સ્વપ્નો જોયેલા સાથે તારી,
શું કામ હું કોઈ માટે તોડુ.
એક જીદ છે તુ મારી,
કોઈ ના માટે હું જીદ મારી કઈ રીતે મૂકુ.
મારા હાથો માં પકડેલો હાથ તારો,
આ હાથ તારો કોઈ ના માટે હું કઈ રીતે છોડુ.
આપેલા વચનો દરેક ક્ષણો મા સાથ આપવાના,
વચનો એ હું કઈ રીતે તોડુ.
જેની માટે થઈ ને આખી દુનિયા ભુલાવી,
એને હું ભુલાવી કઈ રીતે.
સ્વાર્થી બની જાવ છું હું તારી માટે,
જે મારૂ છે એ મારૂ જ છે,
જીંદગી મારી હું કોઈ ના માટે શું કામ છોડુ.
મૃગેન (મૃગ).