તારો સાથ.....💞💞💞
કેટ કેટલાય અધુરા....
સપનાઓની ગાંઠ બાંધી હતીં....
તારી સાથેના નિભાવવાના
વચનો પણ મને યાદ હતા.....
તારા મંદિરના ચોકમાં વિસ્તરેલા આ વડને...
તું જો....
કોઈક દોરાનો તો રંગ પણ ઉડી ગયો છે,
તો કોઈક વડવાઈના છાંયડમા અંકબધ છે....
છોડ,આ બધી યાદોને.....
હવે,એટલા વષૉ પછી પણ....
ફરી તારી પાસે આવીને...
ધીમેકથી એ ગાંઠો ખોલીને....
તને એટલું જ કહેવું છે.....
ચાલ...ફરી એકવાર....ચાલ જીવી લઈએ....