ગુલાબ ની ચાહ માં, કાંટાઓ ને ચુમવું પણ તો જરૂરી છે,
એક દિવસ ખુદ ને સફળ જોવા,કંઈક કેટલાય ત્યાગ પણ તો જરૂરી છે ને.....
દરિયાના મોજાં સમું ઊંચું વધવા, ઓટ નો અનુભવ પણ તો જરૂરી છે,
એક દિવસ ઉચ્ચ સ્થળે પહોંચવા, થોડી ઠોકર ખાઈ પડવું પણ તો જરૂરી છે ને....
બીજા એક શ્રેષ્ઠ સૂર્યોદય માટે, સૂર્યાસ્ત માણવો પણ તો જરૂરી છે,
એક દિવસ વધું ઉત્તમ થવા, ક્યારેક પ્રેમ થી આથમવું પણ તો જરૂરી છે ને.....
ખીલેલા એ ફૂલ સમું મહેકી ઉઠી, એક દિવસ કરમાવવું પણ તો જરૂરી છે,
એક દિવસ મૃત્યુ પામવા, પળે પળ જીવવું પણ તો જરૂરી છે ને....
-PARL MEHTA