સાદગી ની ગરિમા
દ્રઢતા ની સુરેખા
અડગ વિશ્વાસ
જુસ્સાભરી ચાલ
છલકાય છે ભક્તિ
દેશપ્રેમ ને કાજ
જીવ્યા હંમેશા આજમાં
જોમ ભર્યું છે દિલ માં
છે એક લગન વતનને કાજ
જીવવું છે દેશ માટે
મરવું છે દેશ માટે
આવી છે જીગરી હૈયા ને હામ
અમરત્વ જીવ્યા એવું કે
જીવે છે આજ સૌના દિલમાં
બોલ ઓ બંધુ.. છે જીગર ચાલવાને
ગાંધી ચીંધ્યા માર્ગે
-Shree...Ripal Vyas