મીઠા સંબંધ ખાવા માં મીઠા લાગે,
પણ પચાવવામા અઘરા.
કડવા સંબંધ ખાવામાં ભલે કડવા લાગે,
પણ પચાવવામા સેહલા.
તીખા સંબંધ ખાવામાં તીખા લાગે,
એમ પચાવવામાં પણ તીખા.
તૂરા સંબંધ ખાવામાં તુરા લાગે,
એવીજ રીતે પચાવવામાં પણ તુરિલા.
કહે "સ્વયમભુ"લાગણી ભરીયા સંબંધ ખાવામાં મધુર લાગે,
એમ પચાવવામાં પણ મધુર લાગે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"