*દિકરી નાની હતી ખૂબ બોલતી મા ટોકતી ચૂપ રહે,નાનાં છોકરાં બહુ ના બોલે!*
*કિશોરી બની તોળીને બોલત છતાં મા કહેતીચૂપ રહે, હવે તું નાની નથી!*
*યુવતી બની મોં ખોલું ત્યાં મા ઠપકારતી ચૂપ રહે,પારકા ઘરે જવાનું છે!*
*નોકરી કરવા ગઈ સાચું બોલવા ગઈ બોસ બોલ્યા ચૂપ રહો, માત્ર કામમાં ધ્યાન આપો!*
*પુત્રવધૂ બની બોલવા જાઉં તો સાસુ ટપારતી ચૂપ રહે, આ તારું પિયર નથી!*
*ગૃહિણી બની પતિને કાંઈ કહેવા જાઉં પતિ ગુસ્સે થતો ચૂપ રહે, તને શું ખબર પડે!*
*માતા બની બાળકોને કાંઈ કહેવા જાઉં તો તે કહેતા ચૂપ રહે, તને એ નહીં સમજાય!*
*જીવનની સાંજ પડી બે બોલ બોલવા ગઈ સૌ કહે ચૂપ રહો, બધામાં માથું ના મારો!*
*વૃદ્ધા બની મોં ખોલવા ગઈ સંતાનો કહે ચૂપ રહે,હવે શાંતિથી જીવ!*
*બસ...આ ચૂપકીદીમાં અંતરના ઊંડાણમાં ઘણુંય સંઘરાયું છે એ સઘળું શબ્દોમાં ઉજાગર કરવા જાઉં ત્યાં સામે યમરાજા દેખાયા તેણે આદેશ આપ્યો ,ચૂપ રહે, તારો અંત આવી ગયો!!*
*એક સમય ની દિકરી સ્ત્રી તરીકે ચૂપ થઈ ગઈ હંમેશ માટે!!*
*🌹સારૂ લાગે તો શેર કરો!🌹*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏