ઉભી છે બેનડી જોઈ ચાંદલિયા ની વાત
ફરી આવી છે પોષી પૂનમ ની રાત
હેતે રાંધ્યું છે ચાંદલિયે અન્ન વા'લા!
વહેલો આવજે વીરા જોવું તારી વા'ટ
સાંજ પડી ત્યાં અગાસીએ ચડી છે બેનડી
જોઈ ચાંદલિયા ને હરખાય છે બેનડી
સાંજ પડી ત્યાં વીરો આવ્યો અગાસીએ
વીરા ની સાથે કરી ચાંદલિયા ની પૂજા
ચાંદા ને જોઈ બેનડી બોલી,
પોષી પોષી પૂનમ, પોષા મારા વ્રત
બોલ ભઈલા તારી બહેન રમે કે જમે?
હસતાં હસતાં વીરો બોલ્યો " જમે"
ચાલ બેન તારો વીરો આજે તને પ્રેમે જમાડે
બોલ બેની તારો વીરો માનવ કે નર?
બેની બોલી ચાંદ સમાન વીરો મારો
એતો છે મારી આંખડી નો તારો