#Status
જ્યા ખોટા status નીજ વાત થતી હોય, ત્યા વ્યવહાર ટૂંકાવી દેવો જોઈએ, પછી તે મિત્ર, સંબંધી જ કેમ ના હોય,....
કોઇ નહિ હોય તમારી સાથે તો ચાલશે, પણ ખોટા દંભ પાછળ તમે સમય અને ખોટા ખર્ચ તો નહિ કરો,.. માત્ર તે માટે કે કોણ શુ બોલશે🤗, કે શુ વિચાર સે🙄,... તમારાં વિશે...!!!😱
એક વસ્તુ યાદ રાખો, તમે જેવા જો તેવાજ તમને જે સહજ રીતે સ્વીકારી લે, તે મહત્વ નુ છે,...
બાકી, ખોટો સમય બરબાદ કર્યા વગર આજ થી જ ખોટા દંભી વ્યવહાર વાળા મિત્ર, સંબંધી ને પ્રેમ થી "ના" કહેવાનું લીસ્ટ બનાવી લો, એ પણ પ્રેમ થી,
"દોસ્ત, મને નથી ફાવતું, મને એ ખોટો ખર્ચ નથી પોષતો, તે કર્યુ એટલે મારે કરવું પડશે એ જરૂરી નથી, જો તને ખોટુ લાગતું હોય, તો તુ તારા ઘરે, હુ મારા ઘરે મિત્ર,.. પણ મને ખોટુ નહી લાગે,.. હુ બસ હવે આમજ રહેવા માંગુ છુ,... આજ મારું હાલ નુ #Status છે, ...."
ગુજરાતી માં એક સરસ મજા ની કહેવત છે મિત્રો,
"લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય👨🏻⚕️"
તો સિદ ની વાર પકડો એક પેન અને એક કાગળ બનાવો એક લીસ્ટ/યાદી...
સાચુ કહુ ઘણા હળવા થઈ જશો... જેમાં તમારે કશુજ ખોવાનું નથી માત્ર ને માત્ર મેળવવાનું જ છે, જે તમે પોતે જ છો(YOURSELF).
તો ચાલો ને આ ટૂંકી જીંદગી ખરેખર પોતાની રીતે શાંતિ થી અને ખુશી થી જીવી જાણીએ...
આ મારો અનુભવ છે,.. બાકી તમારો અનુભવ જણાવજો મિત્રો... જો મન(Mood) અને સમય (Time) હોય તો...
બાકી નહિ, બાકી તમે તમારા ઘરે, હુ મારા ઘરે ભાઈ..😀😀😀
🙏જય શ્રી કૃષ્ણ..🙏