કબીર સાહેબ ની વાણી,
*********************
નથી કોઈ બીજ થી બારા,
...............................
સંતોને અમ્મર ભાળ્યા મેંતો,નીરખીને નજરે નિહાળ્યા,
ચાંદા ભી બીજમે સૂરજ ભી બીજમે,બીજ મે નવલખ તારા રે,
રામ કૃષ્ણ જેવા વસે છે બીજમે,નથી કોઈ બીજ થી બારા રે,
જળ ભી બીજમે પવન ભી બીજમે, બીજમે અગ્નિ દેવા રે
અલખ પુરુષ જેવા વસેછે બીજમે,નથી કોઈ બીજ થી બારા રે,
બીજ મેલી તમે બારા કાં ભટકો,નુગરા નરકે જાવે રે,
ભવસાગરની એવી ભુલવણી, નિધણીયા કુટાવે રે,
બીજ માથે એક બીજ બિરાજે,કહેવા જેવું નથી બીજું કાંઈ રે,
એક નામે અનેક તર્યા છે,કરોડો પહોંચ્યા છે ત્યાં ઇ રે,
હંસની ગતિ હંસ સમજે,છે સંત પુરુષની વાતું રે,
રામાનંદ કા કહે કબીરા,ગાયું નથી જવાતું રે,