લીલુ ઘાસ.....
બગીચામાં નીચે ઉગતું ઘાસ....
ધીમે ધીમે પોતાનું રીતે ઉગતું હોય છે.....
કોઈ તેની ઉપરથી ચાલી જાય તો....
થોડું રગદોળાય ને થોડું ગંદુ પણ થાય....
પણ માળી આવીને પાણી નાખે એટલે....
તેનામાં જીંવતતા પ્રાપ્ત થતા તે.....
તકલીફ ભુલી ને થાક ખંખેરી....
હવા સાથે મસ્તી થી વાતો કરવા લાગે....
ઝુલતુ જાય,લહેરાતુ જાય ને ઉગતું જાય....
આપણું જીવન પણ ધાસ જેવું જ છે....
શું આપણે ગઈકાલને ખંખેરીએ છીએ?
તો,આજથી દરરોજ તકલીફ માંથી ઉઠીને....
દરેક સવારને આનંદ ને ઉત્સાહ થી ભરીને....
ચાલ ફરી એકવાર.......ચાલ જીવી લઈએ.....
....✍✍💞💞💞