શહીદો ને સલામ
_____________
ભલે શ્વાસ ઊભો રહી ગયો પણ મૌત ની ખબર નહિ મળે,
ભલે પ્રાણ અધૂરો રહી ગયો, પણ સરહદ પર તે આત્મા ની રખવાલી મળે,
સળગે છે આગ એમના દિલ માં એવી કે જે બીજી મસાલો માં મળે,
રીલે ની આ રમત છે એવી કે શ્વાસ છોડે તે પહેલાં બીજો શ્વાસ દોડતો મળે.
ના એ કબરો માં ભળે કે ના આત્મા એમનો અગ્નિ માં બળે,
એ તો વતન નાં શહીદ છે જે ભારત વાસી નાં હ્રુદય માં મળે,
ફરકે છે તિરંગો શાન થી જેમાં વીર ભગત સિંઘ સાથે હરેક સેનાની મળે,
આઝાદી ના લડવૈયા ગાંધી બાપુ સાથે સુભાષ,નહેરુ અને સરદાર મળે.
જયવંત બગડીયા / કવિરાજ

,