સમય સાથે જ,તાલમેલ હોવો જોઈએ
અનાસક્તિ માં ચહેરો મલકતો જોઇએ
ઇબાદત હોય નામની, વફા તસ્બીહ માં,
શ્વાસ સમાધિ માં તો અટકતો જોઈએ.
સ્પંદન છે ફક્ત કારણ શબ્દોને સ્ફુરવાનું,
શ્વાસ વિશ્વાસ હદયે, ધબકતો જોઈએ
અતૃપ્તિ હોય છે પ્રયાસો પછી સતત પણ,
જીવ આનંદ તૃપ્તિ માટે, ચાહતો જોઈએ.
કોણ જાણે છે ક્યાં, અકળ કળવાની કળા ,
ગૂઢતા મહીં મૌનમાંઅહં લય થતો જોઈએ.
-મોહનભાઈ આનંદ