અશ્રુઓ શાને,દર્શન માટે દીર્ધ દ્રષ્ટિ,
શ્યામ ઘનશ્યામ, મુર્તિ હ્દયે સ્થાપો ;
જરાક હુંફ આપીને., હુંફાળી સ્થાપો,
જીવન જિજિવિષા સ્વભાવે આપો ;
વણો તાણાવાણા,કુણી લાગણી થી,
આનંદ મય અનુભૂતિ, હ્દયે સ્થાપો ;
રથી છે સારથી છે , એ વાત કથી છે,
યાત્રા ત્યાં મનોરથો , મહીં જ સ્થાપો ;
આનંદ મંગલ આરતી, સહજ થતી રહે,
અંત:કરણ માંહી , સમતા જરૂર સ્થાપો;
-મોહનભાઈ આનંદ