કેટ કેટલાય જખમ લાગ્યા છે આંસુઓ માં;
આવીને કોઇ મલમ લગાવી દે આંસુઓ માં;
નયન સાગરનાં ઊંચા મોતી છે આ આંસુઓ,
ઘણા રાજ ને દર્દ છૂપાયા હશે આંસુઓ માં;
પ્રયત્ન કરતો રહ્યો સમાવવા લાગણી દિલની,
હૃદયની ભાવના શબ્દ થકી વહે આંસુઓ માં;
દિલ બહેલાવવાના સદા શોધતો રહ્યો બહાના,
તારા ખયાલોમાં જજબાત ટપકે આંસુઓ માં;
જો જો ના વહી જાય આંસુઓ અમસ્તા જ,
તમારા મનોભાવ છલકાઈ જશે આંસુઓ માં;
કર્યા 'તા દાવા જેમણે આખો સમંદર તરવાના,
એવા તો કેટલાય અહીંયા ડુબે આંસુઓ માં;
અમે પણ કર્યું પાષાણ હૃદય અમારૂં "વિએમ"
પણ, છતાંય પીગળી ગયા અમે આંસુઓ માં;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)