ગંગાસતી ની વાણી...૩
🌼🌼🌼🌼🌼🌼🌼
ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ને
મેલવું અંતરનું અભિમાન રે
સદગુરુ ચરણમાં શીશ નમાવી,કરજોડી લાગવું પાય
જાતિપણુ છોડીને અજાતિ થાવુંને કાઢવો વરણ વિકાર
જાતિ ભાતિ નહિ હરિ કેરા દેશમાં ને એવીરીતે રેવું નિર્માણ રે
પારકા અવગુણ કોઈના જુવે નહિ ને,એને કહીએ હરિના દાસ
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,એનો દ્રઢ કરવો વિશ્વાસ
ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વચનમાં વિશ્વાસ
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ એને કહીએ હરીના દાસ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻