જેરામ બાપુ નો ચાબખો
🥀🥀🥀🥀🥀🥀
અવસ્થા આવી ઉતાવળી થઇ જુવાની ક્યાં હવે જતી રહી,
છાતી કાઢીને ચાલતો ત્યારે ધમધમ ધરતી થાતી
ડગમગ ડગમગ ડગલાં ભરતો હવે લાકડીનો ટેકો લઈ,
ત્રાંસી આંખે તાકતો તેદી પારકાં રૂપ ને જોઈ,
અંધાપો આવ્યો ને આંધળો થયો હવે દુનિયા દેખાય નહીં,
પર નીંદા પ્યારી લાગતી તને સાંભળતો ઠાવકો થઈ બેરો થયો ત્યારે બોલવાં લાગ્યો આ કર્મની કઠણાઇ ભઇ,
કાળા મટીને ધોળા આવ્યાં પણ તોય નવ મુકે લુચ્ચાઇ,
દાસ જેરામ કહે હાથે કરીને હાલ્યો ચોરાસી માંહી,
🙏🙏🧎🏻🧎🏻🙏🙏