*વસ્તુ નવ જાણી*
✍🏻 *આંબારામ*
🌺🌺🌺🌺🌺🌺🌺
વસ્તુ નવ જાણી નવ જાણી જ્યું રહે સમુદ્ર પાણી...
ફુલમાં બાસ બાસમાં ફૂલ હે જ્યું શબ્દમાં વાણી
તનમાંહી રામ રામમાંહી તનહે ગુરુગમ કરો પહેચાણી...
ફળમાં ફૂલ ફુલમાં ફલહે જ્યું શ્રીફળમાં પાણી
શૂન્યમાં શ્યામ શ્યામમાં શૂન્ય નીરભે કરો નિશાણી...
ગુરુ ગમ ભ્રનગ જ્ઞાન ગતિ કેરા કીડ લાવતા તાણી
મારે ડંખ તબ પંખ હોત હે ભ્રનગ હોય કે ઉડાણી...
*ગુરુમાં શિષ્ય શિષ્યમાં ગુરુ હે* અનભે અગમ નિશાણી
અંબારામ કહે ગુરુ જ્ઞાનથી *તત્વ લેવું છાણી*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻