ગંગાસતી ની વાણી...૨૧
🌺🌺🌺🌺🌺🌺🌺
વચન સુણીને બેઠા એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે
સંકલ્પ ને વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનની માંય રે
વચન...
ભાઈ રે !
ખાનપાન ની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે
જાતિ અભિમાન નો ભેદ મટી ગયો ને
વરતે છે એવા વર્તમાન રે
વચન...
ભાઈ રે !
ચંદ્ર સૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે
ચિત્તમાં માત્ર જે વચન મૂકે ને
એથી આવી ગઈ છે સાન રે
વચન...
ભાઈ રે !
ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો ને
પરકટયું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતિ એમ બોલિયાં રે
કીધો વાસનાનો સરવ ત્યાગ રે
વચન....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻