"નસીબદાર કોણ"
એને ભીખ માગી પાણી ખરીદ્યું,
કે પેટ થોડું ભરવા આખું શરીર વેચ્યું.
અને હું કરું હિસાબ રસ્તા પર,
જીવન જીવતા આજ શું શું ખુટ્યુ....?
લિજ્જત નહોતી એ ખાવામાં,
સગવડ નહોતી ત્યાં રહેવા માં,
હું બેઠો વિચારુ ખુરશી પર,
મીઠું કેમ ઓછું આજે જમવામાં....?
લાખો આકાશ જોઈ સુવે છે,
કેટલાય પથ્થર નીચે ખુંચે છે,
ને હું પડ્યો વિચારું પથારીમાં,
આજે મજા ના આવી ઊંઘવામાં.....?
તકલીફોના પુર થી તણાયેલા લોકો,
રુદનના સુરે ખેંચાયેલા લોકો,
ને હું બેઠો વિચારું હિચકે આજ,
સાથે કેમ નથી મારા આ લોકો....?
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏