Gujarati Quote in Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#એક_ઉડવાનુ_ગીત

એક મસ્ત પતંગ જેવા છોકરાની સાથે
એક મજાની છોકરીની કિન્ના બંધાય
પછી mobileનુ આભ અને
whatsappનો વાયરો
ને સતરંગી massageની દરિયુ રંગાય
એમ હૈયે ઉડવાનો અવસર ઉજવાય
onlineથી onlineના પેચ
રોજ લાગે
ધરપતની ઢીલ હૈયુ
કેમ કરી રાખે
મનના માંજાનો મુંજારો એવો કે
network વિના તો સાવ એકલતા લાગે
4Gની speedમા ધડકે છે ઉર
ને આંખ્યુમા વોતોનો વંટોળ ફૂંકાય
એમ હૈયે ઉડવાનો અવસર ઉજવાય
Hi,Hello નેgm gnના
ઠુમકા રોજ બેય મારે
like u લ્હેરકીની સાથે સાથે
ઉડતા એકમેક હારે
ત્યાં તો love u love uનો આયો પવન
એવા ઉડ્યા કે આભમા ના દેખ્યા દેખાય
એમ હૈયે ઉડવાનો અવસર ઉજવાય
ઉડ્યા ઉંચે ત્યા ફસાયા ટાવરમા
network પણ લુચ્ચુ ના આવે
keyboardઉપર ટળવળે ટેરવા
એની યાદના ઇમોજી સતાવે
rechargeની સાથે રિસાયા બેઉ
પછી sorryની ટેપથી દલડાં સંધાય
એમ હૈયૈ ઉડવાનો અવસર ઉજવાય
બદલાયું જીવન બદલાઈ લાગણી
બદલાઈ પ્રેમની ભાષા
પરપોટા જેવો આ પ્રેમની
લાંબુ ટકવાની ક્યાં આશા
દિલથી ના દિલના આ તાર
પછી break up થી અડ્ડાકે જાય
એમ હૈયે ઉડવાનો અવસર ઉજવાય

કિરણ જોગીદાસ

Gujarati Song by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now