લે, ફરી નવી શરૂઆત કરી મેં.
તેં કહ્યું તો ભૂતકાળ ધરબી દીધો
વર્તમાન જીવવા કહ્યું છે ને તેં !
લે, જીવવાની શરૂઆત કરી મેં.
શું છે આ વર્તમાનમાં એ તો કહે !
તુૃં, તારી ચાર વાતો ને પછી પ્રતીક્ષા
તારી જેમ જ ચૂપચાપ તને
લે, ચાહવાની શરૂઆત કરી મેં.
વર્તમાનની આ ધરા પર એક
નવો ભૂતકાળ રચાઈ રહ્યો છે
આ ક્ષણો જે જીવાડીશ તુૃં હવે
લે, સંઘરવાની શરૂઆત કરી મેં.