Gujarati Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🪁🪁પતંગ🪁🪁*

ઉત્તરાયણ: આકાશનો મનપસંદ તહેવાર,
રંગબેરંગી પતંગો ઉડે વારંવાર,
હવાની સાથે લહેરાય મિલો હજાર,
બસ ઊડતી જાય સાંજ હોય કે સવાર.

આજે આંખો મારી જામી રહી આકાશમાં,
બધી ઊડતી સતરંગી પતંગોની લેહમાં,
કેટલું શીખવાડી ગઈ મને મસ્તી મજાકમાં,
ખૂબ અપનાવવા જેવી વાતો આ જીવનમાં.

ઊડતી, લહેરાતી આનંદ ફહેલાવતી,
હલકી છે એટલે આકાશ પર રાજ કરતી.
આપણે મીઠી સ્મિત ફેલાવીએ પતંગની ભાતી,
આંનદ અને ઉલ્લાસ બનાવીએ જીવવાની નીતિ.

પતંગ કેટલી એ ઊંચી ઊડે રહે દોર સાથે બંધાયેલી,
ક્યારે નીકળી ના પડે પોતાની મરજીથી.
આપણે પણ બંધાયેલા રહિએ આપણી જળોથી,
અને ક્યારે ન ભૂલીએ આપણી સંસ્કૃતિ.

પતંગ હવાના રૂખની સાથે પોતાની દિશા પકડે,
જેમ નદીનું પાણી એક જ લ્હેમાં વહે.
આપણે પણ લવચીક બનીએ,
સમય ને માન આપતા, એની સાથે ચાલીએ.

પતંગનું જીવન એટલું, જેટલીવાર એ દોર સાથે રહે
જો કપાય જાય, તો ક્યાંની ક્યાં જઈને પડે.
આપણી દોર પરિવાર સાથે જોડાઈલા રહીએ
આપણી ઓળખ એમનાથી, એ યાદ રાખીએ.

*શમીમ મર્ચન્ટ, મુંબઈ*

Gujarati Poem by SHAMIM MERCHANT : 111644678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now