હે માઁ સરસ્વતી
વગર માંગે તે વિદ્યા આપી કેમ ભુલીએ તારો ઉપકાર
શબ્દોમાં તે સમજ અપાવી જ્ઞાન આપ્યું અખૂટ અપાર
સિધ્ધિ સાથે શુધ્ધતા આપી આપ્યા અગણિત અધિકાર
તારી કૃપા થી જ તો કહેવાયા જગમાં અમે સાહિત્યકાર
એક તારા ભરોસે જ તો ચાલે છે અમારા જીવનનો મદાર
તારા ચરણોમાં અમે શીશ જુકાવી માઁ તને નમીએ વારંવાર
🙏🏻🙏🏻🙏🏻
- Parthesh Nanavaty