આ digital દુનિયામાં માણસની લાગણીની ક્યાં કોઈ કિંમત છે.
mobile સાથે જીવે છે માણસ
લાગણીના lock ને pin માં રાખીને.
લખતો તો શબ્દ બધા નોટ અને પાટીમાં, એ આંગળી ના ટેરવે લખતો થઈ ગયો,
world, exal, ને power point, ના તોરણે બંધાતો થઈ ગયો.
બદલાતા ગયા યુગ એમ સંબંધ પણ બદલાતા ગયા.
વારસા માં મળેલા સંબધો હવે સાચવણીના કબાટના paindrive માં સચવાતા થઈ ગયા.
કળયુગ માં જીવતો માણસ હવે,
computer માં જીવતો થઇ ગયો.
બે રંગી દુનિયા માં સાચે સવાયો થઈ ગયો.
કહે "સ્વયમભુ" મતલબની દુનિયામાં control ને pest આપી shift સાથે enter થઈ ગયો.
આ બદલાતી દુનિયામા માણસ digital થઈ ગયો.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"