જૂઈ ફૂલનો કળશ લઈ તારું સ્વાગત કરીશ,
લાલ ગુલાબનો ચંદરવો કરી તારું સ્વાગત કરીશ.
પ્રેમ મહોબતથી સુપ્રભાતે સુવાગતમ કરું છું,
લીલીછમ વનરાઈમાં વસંતથી તારું સ્વાગત કરીશ.
દિલમાં તારું સ્થાન ધ્રુવ તારા જેવું અડગ છે,
ગદાધારી હનુમાન ખંભે બેસાડી તારું સ્વાગત કરીશ.
જોજનદુરથી આંખો માંડી તારો ઇન્તજાર કરું,
કેડી માર્ગે ફૂલોની સેજ પાથરી તારું સ્વાગત કરીશ.
આસોપાલવનાં તોરણ બાંધી લાભ શુભ લખીને
અઝીઝને કંકુ ચોખાનો ચાંદલો કરી તારું સ્વાગત કરીશ.
ભાટી એન અઝીઝ
13/❤1/2❤21