કોઈનાં દુઃખમાં સહભાગી થવામાં લિજ્જત છે,
સુખની સરિતા બની વહી જવામાં લિજ્જત છે.
ગરીબોનાં કુબે બે ટંકનું ભોજન કિયાં મળે છે,
ભુખ્યાની આંતરડી ઠારવામાં લિજ્જત છે.
બહુમાળી બિલ્ડિંગ સંપૂર્ણ સગવડતાથી સજ્જ છે,
તડકે ઉભાને આસરો આપવામાં લિજ્જત છે.
બુદ્ધિનો સાગર ખાલી ઘૂઘવીને શું કરીશ,
રાહ ભુલેલાને સલાહ આપવામાં લિજ્જત છે.
ઈશ્વરનો ફરિસ્તો બની શાંતિનો સંદેશ તું આપીદે,
અઝીઝનો પ્રેમ અહિંસાનો વિચાર દેવામાં લિજ્જત છે.
ભાટી એન અઝીઝ