*સાફ સાફ કહો(ગઝલ)*
તમે હા કહો કે પછી ના કહો,
ભલે જે કહો સાફ સાફ કહો.
સુમન હોય ત્યાં ભ્રમર સુંઘશે,
દિલ કદાચ ધડકે ધડકવા કહો.
અમે પ્રેમમાં અંધ થ્યા એટલે,
નયન વાંચવાનું કદી ના કહો.
બની ઝાંઝવા આમ કાં તડપાવો!
સદા દોડતો એને ફાફા કહો.
સ્વતંત્ર તમે છો મુંજાશો નહીં,
પક્ષાંતર સમાચાર તાજા કહો.
સમયને કદી બાંધવો શક્ય છે?
અરે બા કહો કે પછી ભા કહો.
દરદ છે દર્દી છે દવા પણ હશે,
નશીબને 'દોસ્ત' ના જા કહો.
*✍શૈલેષ કાલરિયા'દોસ્ત'*