#દીકરી
હજી તો એને
બે વરસ પણ હજી હમણાં જ પૂરાં થવામાં છે.
ત્રણ માસની હતી
ત્યારથી એ 'મમ્મી'ને ભૂલી મારી સાથે સુઈ જતી
હજુ પણ એમજ.
હું ઘરની બહાર નીકળું કે તરત
બોલી પડે કે 'પપ્પા ચોકલેટ'
એની કાલીઘેલી ભાષામાં.
ને હું ખુશ થઈ જતો.
જયારથી એ આવી છે
ત્યારથી જીવન ગુલાબી ગુલાબી
બહુ જીદ કરે તો હું ટપલી મારુ
ને તેની મમ્મીને કહી દે:
'પપ્પા એ માલ્યું'...
જતા લો...જતા લો...
અને એને પટાવું તો ફરી પાછી
રમત રમે, હસે.
અને મારી દાઢીના વાળ ખેંચી
બોલે પપ્પાતો
ગંદા...ગંદા
ત્યારે એમ થાય કે-
એને પપ્પી કરવાનું મન થયું હશે
રાત પડે એમ,
પપ્પી કરતાં કરતાં
વાર્તા સાંભળતાં સાંભળતાં
સુઈ જાય મારી બાજુમાં....
વિનુ બામણીયા