મારા'ય શબ્દો , ધાર ક્યાં છે?
દિલમાં જ ક્યાંયે ખાર ક્યાં છે?
ઝાકળ જરા છે, જો સવારે,
અસ્તિત્વનો ત્યાં સાર ક્યાં છે?
પ્રેમાળ હુંફ તો, જોઈએ ને,
માયિક તુમાખી ,પાર ક્યાં છે?
દૂકાળે છે ,દુબડા જ પડ્યા,
કોઠી માં સેવક, જાર ક્યાં છે?
ખમ્મા ઘણી , બોલીરહેજો,
દિલ હુશ્ન એ,દિલદાર ક્યાં છે
હલ્લોની હોહો, હાંકે રાખો,
આનંદ માં જો, વાર ક્યાં છે?
-મોહનભાઈ આનંદ