કલ્પવૃક્ષ
કલ્પવૃક્ષ ની નીચે ઊભા રહી મેં ઈચ્છયું
અમીર બની જાઉં ...
બની ગયો.
મેં ઈચ્છયું ગરીબ બની જાઉં
બની ગયો.
આકાશ ને આંબતું વૃક્ષ બની જાઉં
બની ગયો.
નાનો અમથો છોડ બની જાઉં
ન બની શક્યો.
કારણકે આકાશને આંબવાની ઈચ્છા માં હું કલ્પવૃક્ષ થી ઉપર ચાલ્યો ગયો.
હવે કલ્પવૃક્ષ મારા છાંયડે ઉભું રહી
મંદ મંદ મલકી રહ્યું છે.
પ્રફુલ જોશી