સમજું છું હું વ્યથા આપની,
આમ તેમ બોલી ગોટાળા ના કર.
સીધી લીટીનો જવાબ છે, ખાલી અમથી આડી લાઈન ના કર.
હું બોલું તું બોલે, એક સાથે બોલી પરપોટા ના કર,
સમજી ને,ના સમજ ના બન, નાહકની ગુચવણ ઊભી ના કર.
શબ્દ થી શબ્દના ખાલી અમથા ઉલાળા ના કર,
કાપી ને કોઈની વાત તું ખોટા કોયડા ઊભા ના કર.
ગેર સમજ કરી તું શબ્દોની સાથે રમત ના કર,
કહે "સ્વયમભુ" સીધી લીટી નો જવાબ છે,
આમ તેમ બોલી ગોટાળા ના કર, સીધી લાઈન ને આડી ના કર..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"