સાક્ષી"
ઉત્તરપ્રદેશમાં મંદિર મા સામૂહિક બળાત્કાર થયો.જેમાં પૂજારી, એનો ચેલો અને ડ્રાઇવર સામેલ છે.એ પૂજારી નો આત્મવિશ્વાસ તો જુઓ એને કેટલી ખબર છે કે મંદિરમાં પૂજારી(પોતે), મહિલા,ચેલો અને ડ્રાઇવર સિવાય બીજું કોઈ જ નથી જે તેમને જોઈ શકે અને રોકી શકે, એવી કોઈ વસ્તુ નથી જેનાથી એ ડરી શકે અને આવો અપરાધ કરતા અટકી શકે. પણ હા જો ત્યાં એક સીસીટીવી કેમેરો હોત તો ચોક્કસ એ ડરી શકતા,અને આવો અપરાધ કરતા અટકી શકતા.પથ્થર ની મૂર્તિ, જેની સેવા ૨૪ કલાક કરવામાં આવે છે એનાથી અપરાધી નથી ડરતા. પણ એક વિજ્ઞાન ની નાનકડી વસ્તુ કેટલી મહત્વની નીવડી શકે છે.જો અહીંયા વિજ્ઞાન હોત તો એક સ્ત્રી નો બળાત્કાર ના થતો અને એક જીવ બચતો.જીવ પુરે એજ ભગવાન તો વિજ્ઞાન એક ભગવાન સાબિત થતો.ભગવાન ની પૂજા અર્ચના કરનારો પૂજારી પણ વિજ્ઞાન માં માને છે. મંદિર માં ચોરી થાય ત્યારે એ સીસીટીવી કેમેરો ચેક કરે છે મૂર્તિ ને પ્રશ્ન નથી કરતો.જો નાણામંત્રી આર્થિક મંદી નું કારણ ભગવાન છે એમ કહી શકતા હોય તો મંદિર માં બળાત્કાર થાય તો ભગવાન ને કારણ ગણી શકાય? કયા ભગવાન પર ફરિયાદ કરવી? જેનું મંદિર હોય એ ભગવાન પર? અપરાધ જે કરે એતો અપરાધી હોય જ પણ જે અપરાધ થતો જોઈ રહે અને કઈ વિરોધ ના કરે એ પણ અપરાધી ખરો કે નહિ? ભગવાન ની આંખો સમક્ષ અપરાધ થયો તો શું ભગવાન કોર્ટમાં ગવાહી આપવા હાજર થશે? શું કોઈ ભુવા કોર્ટ માં આયીને ભગવાન ને બોલાવશે સાક્ષી તરીકે ? કુદરતી આફતો આવે છે ત્યારે આકાશ માંથી ક્યારેય ઇન્દ્ર કે બીજા દેવોનો અવાજ નથી આવતો કે જાવ લ્યા ત્યાં જઈને બચાવો, પણ ઉપર રહેલો ઉપગ્રહ જરુર પરિસ્થિતિ જણાવી દે છે અને લોકોના જીવ બચાવી લે છે.
અંત માં, વિજ્ઞાન સર્વોપરી છે.કાલ્પનિક જીવન છોડી વિજ્ઞાન અપનાવાની જરૂર છે. અપરાધીઓને વહેલી તકે સજા થાય તેવી આશા રાખીએ.
*અને હાં જો એ પૂજારીને સજા થશે ત્યારે તે ભગવાન પાસે અરજી નહિ કરે, કોર્ટ માં દયા ની અરજી કરશે..*