સત્ય ઘટના...
(1) એક માં એ પોતાના બે છોકરા મોટા કર્યા.. બન્ને સુખી છે .બન્નેના ઘરે છોકરાનાએ છોકરા છે.. પણ એક માં માટે રહેવા જગ્યા નથી. માં ત્રણ મહિના એક ના ઘરે ને ત્રણ મહિના બીજાના ઘરે રહે છે.પછી એ બા માંદા પડ્યા એ સમયે એક નો વારો પતવા આયો તો બીજા ભાઇનો વારો શરૂ થવાનો હતો.. કોઈએ દવા લેવા ન લઈ જતા એ બા મૃત્યુ પામ્યા..
(2) એક માજીને એક જ રૂમ માં રખાયછે. એમને ઘરમાં ફરવાની મનાઈ છે. જાતે પાણી લઈ પીવાની મનાઈ છે.. ઘરમાં કોઈ વસ્તુને અડવાની મનાઇ છે.. એ માજી કોઈ જોડે વાત પણ ન કરી શકે.. એક રૂમ માં પડ્યા રહે.. એમની જગ્યાએ પોતાની જાત રાખી વિચારજો😞
(3) અમારા દૂરના સંબંધી એમના બાને તકલીફ થઈ પાણી પીવે એટલે તરત બહાર આવી જાય લકવો પણ પડી ગયો.. એટલે ઘરના લોકો એ એમને પાણી પીવડાવાનું બંધ કરી દિધુ.. ખીચડી પલડે એટલું જ દૂધ આપવાનું જેથી બગડે નઈ અને સાફ સૂફ વધુ ન કરવી પડે..ઉનાળાની આવી ગરમીમાં.. પાણી વગર કોઈ રહી જ ન શકે ત્યા જમ્યા પછી કે આખા દિવસમાં જોઈએ એટલુ પાણી ન મલે એ જીવ પાણી માટે કેટલો વલખા મારે.. ?
(4)એક દાદા રહેતા અમારી સોસાયટીમાં એમના વાઈફ છોકરો એની વહુ એમના બાળકો પણ.. દાદાને નોકરી હતી ત્યા સુધી બધુ મસ્ત હતુ એવુ સાંભળેલું પણ અમે એમને શિયાળા ,ચોમાસામાંને ઉનાળામાં બહાર જ જોતા.. એમને એમના વાઈફ જ ઘરની અંદર ન્હોતા રહેવા દેતા... 😞 ધોધવાર વરસાદમાં પણ ઓસરીમાં.. ઠંડીમાં પણ બહાર..🙏
આપણામાં માનવતા નથી બચી.. પછી ગમે તે મંદિરમાં જાવ કે ન જાઓ.. શું ફર્ક પડવાનો.. 4 સાચી ઘટનાઓ છે એના વિશે તમે તમારા વિચારો જરૂર કહેજો..