Gujarati Quote in Thought by Maitri Barbhaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે દર વર્ષે જન્મદિવસ અને લગ્નદિવસ(Marriage Anniversary) ઉજવીએ છીએ પણ મને લાગે છે કે જન્મદિવસની ઉજવણી કરતા લગ્નદિવસની ઉજવણી વધારે હોંશભેર કરવી જોઈએ કારણ કે પહેલા પ્રેમ લગ્નનું આટલું ચલણ ન હતું કે ન હતી મંજૂરી બે પાત્રોને જોવાની કે મળવાની ત્યારે પણ લગ્નજીવન ટકી રહેતું અને બે અજાણ્યા પાત્રો સાથે Golden Jubilee કે Silver Jubilee વિતાવી એ જ એક ભવ્યાત્મક પ્રસંગ છે.એ વ્યક્તિ સાથે લગ્નના ૩૫-૪૦ વર્ષ વિતાવવા જેની સાથે ઘણી બધી અસમાનતા હોય અને તેમ છતાં એકમેકને સમજીને, અસમાનતાને સ્વીકારી ને જીવવું એ ખરેખર એક પ્રસંશનીય વાત છે.

અત્યારે પ્રેમલગ્ન અને ફારગતી ના વધી રહેલા કિસ્સાની વચ્ચે પણ જો કોઈ પ્રેમીયુગલ મનભેદ વિના ૫-૧૦ વર્ષ પણ સાથે રહે તો પણ એમની લગ્નતિથિ એ ઉજવવા જેવી બાબત તો છે જ! જ્યાં પ્રેમ, પછી લગ્ન અને પછી ફારગતી સુધી વાત પહોંચી જતી હોય અને આવા માહોલની વચ્ચે જો કોઇ પ્રેમીયુગલ સાથે રહી શકે છે મિનમેખ વિના તો એ ઉજવણીનો માહોલ તો છે.

Gujarati Thought by Maitri Barbhaiya : 111642056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now