*પોતાનામા પ્રભુ જોને પરગટ બોલે*
✍🏻 સંતશ્રી સુખરામ
🪕🪕🪕🪕🪕🪕🪕
પોતાનામા પ્રભુ જોને પરગટ બોલે,હરદમ દિઍ છે હોન્કારો
ગમ રે વિનાના કરે રે ગુલામી,કેમ કરી મળે મુક્તિ નો દુવારો...
ઘટોઘટ પરગટ પુરુષ પુરાણી,પંચકોષથી રમે છે ન્યારો
વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને,પોતે તો રહે છે પરબારો...
પડદે રહી ને પોષણ કરાવે,જગતનો ઇ છે જીવાડનારો
રમતા રામની કરો ઓળખાણું,હાથે આવી બાજી શીદ ને હારો...
જાગૃત,સ્વપ્ન,સુષૂપ્તી મેલી,તુરિયામા વાસ નિત કરનારો
જોગી રે જોગ કરે જે કારણ,અંતરનો ટાળવા અન્ધારો...
બોલતા પુરુષની છે બૅ હદ વાતું,પરખે કૌઇ પ્રભુ નો પ્યારો
સુખરામ કહૅ જોને અસ્થિર મહેલમા,બોલે ઇ બાવન બારો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻