*સત શબ્દ મેતો સાદગુરુનો પાળયૌ*
✍🏻 *અંબારામ*
🌷🌷🌷🌷🌷🌷🌷
સત શબ્દ મેતો સદગુરુનો પાળયૉ
શ્રવણ કરી સમજીને વિચાર્યો...
શુન્ય મહા શુંન્યે શબ્દ ગરજે ગગનમા
બાહર ભીતર પ્રસાર્યો...
જ્ઞાન ને ધ્યાન સર્વે શબ્દેથી મળીયા
વેદ પુરાણમા વિચાર્યો...
શબ્દ વિવેકી કૌઇ સંત જ્વરલા
શુધ્ધ સ્વરુપ જાણી વાર્યો...
શબ્દ વડે રૅ સબ કૌઇ થયા વિવેકી
શબદે જોતિષ શબ્દે સારો...
સદગુરુ ને સમજે સમજણ થયુ રૅ અજવાળું
તે શબ્દ ને વિવેકે શણગાર્યો...
કહૅ અંબારામ સુરતી શબ્દ ને શોધે
સોધન્તા પિયુ ને દેદાર્યો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻