મને પસંદ છે તારી સાદગી ,
મારા જીવનમાં ભરે છે તાજગી,
મારા દિલમાં વસવા માટે તારે,
જરુર નથી કોઈ પરવાનગી ;
તું જ તો છો મારી જિંદગી ને,
તું જ છો મારા ખુદાની બંદગી;
પડે કોઈ તકલીફ મારાથી તો,
તું ન રાખજે કોઈ વાત ખાનગી;
જીવનમાં આવે કોઈ તકલીફ,
પલમાં જ એની કરીશું રવાનગી;
સાથ મળી આપણે આરોગીશું,
જીવન નામની મધુર વાનગી;
જયદેવ રાઠોડ