અકળાય છે કદાચ,જકળાય છે,
સંબંધ છે કે આમ , સચવાય છે.
રોપી છે જ્યાં લજામણી ઘર મહીં
નવવધૂની જેમ , તુંય શરમાય છે.
સરકી જશે સમય, ના વાટ જો,
ચુક્યો અણીને, જીવતો જાય છે.
કોઈનું ક્યાં છે , કોઈ સંસાર માં,
મારો અહં ખરે જ ભરમાય છે.
આનંદ તાલ બધ્ધ નાચી રહો ,
અનુરાગ નોય રાગ ,બદલાય છે.
-મોહનભાઈ આનંદ