"ક્યાં શોધું"
વ્યસ્ત છે જીવન, એકાંત ક્યાં શોધું,
ઉદભવે છે આગ મનમાં,
ઝાકળ કયાં શોધું.
શોધું છું જીવનની બારીકાઇ ને,મનના નકશા માં.. હુંફ ભરી લાગણી ક્યાં શોધું.
ખુશ હશે બને તરફ વેહતી લાગણી ના ફૂલ, એવા ઉગતા વિચાર ને પારિજાત માં ક્યાં શોધું.
"સ્વયમભુ" મૂર્જાતા જીવનના બાગમાં, સુર્ય ને બંધ રૂમ મા ક્યાં શોધું.
આછા પ્રકાશ મા ખીલેલું, જીવનનું ભર્યું પુષ્પ કયાં શોધું..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"