બદલાવ
હું જયારે P. T. C કરતી હતી ત્યારની આ વાત છે. હું દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓને ખૂબ જ નીચી માનતી, ગાળો આપતી હતી. પણ એક દિવસ હું લાઈબ્રેરી માં ગઈ અને એક પુસ્તક લેતી હતી તો અચાનક જ બે પુસ્તકો મારા પગમાં પડી ગયા. મે ફટાફટ ઉઠાવી મુકવા ગઈ. ત્યાંજ એમાંથી જ એક પુસ્તક વાંચવાનું મન થયું કે મસ્ત કવર પેજ છે નવલકથા પણ જોરદાર હશે.
ઘરે જઈને રાત્રે જયારે તે પુસ્તક ખોલ્યું અને પ્રસ્તાવના વાંચી તો ખબર પડી કે આ પુસ્તક સુરતમાં એક વિસ્તારમાં ચાલતા દેહવ્યપાર કરતી એક સ્ત્રીએ લખ્યું છે.
જયારે મે એ સ્ત્રીનો સંઘર્ષ વિશે વાંચ્યું કેવી રીતે આ ધંધામાં આવી, ભાગવાની કોશિશ અને ધણું બધું વાંચ્યું ત્યારથી મારા વિચારોમાં ખૂબ જ પરિવર્તન આવ્યું અને સમ્માનની નજરે જોવા લાગી છું.
આપણે જો TV માં આવતી કલાકારો ને જો માન આપતા હોઈએ, જે પોર્નસ્ટાર ને પણ માન અને ઈજ્જત આપતા હોઈએ તો મજબૂરી વશ આ દેહવ્યપારનાં ધંધામાં આવી હોઈ, જબરજસ્તી લાવવામાં આવી હોઈ તો તેને કેમ માન નથી આપતા? બલાત્કાર કરેલ સ્ત્રી, મહિલાને કેમ ખરાબ નજરે જોવામાં આવે છે?plz stop બધાંની ઈજ્જત કરો.
(TV and pornstar ની વાત ઉદા. તરીકે આપી છે. કોઈની ભાવનાની ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. માફ કરજો આભાર. 🙏 )