રહેવું નથી મારે જરાય ડરી ડરીને;
જીવવું નથી હવે આમ મરી મરીને;
લુંટાયો છું સદા મારા સ્વજનોથી,
ખાધો દગો મેં ખોબા ભરી ભરીને;
ઉઠી ગયું છે મન હર સબંધોથી,
હારી ગયો છું ભરોસો કરી કરીને;
નથી રહ્યો વિશ્વાસ હવે કોઇ પર,
નિભાવું છું છતાં મન મારી મારીને;
એક મિત્રતાનો સબંધ જ છે જે,
મર્યાંત રાખીશ સર્વ હારી હારીને;
યકીન ના તુટે ખુદા પરથી માટે જ,
બતાવે એ પણ લાશ તારી તારીને;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)