Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસ જેરામ બાપુની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
ભજન તાલ ચલતી

કોઈ સમજે તે નર શાણા
આતો સંબંધ કરીને છેતરાણા, કોઈ સમજે તે નર શાણા, ટેક,

પ્રથમ અમે પ્રેમ કરીને બોલડીયે બંધાણા,ભાઇ
વિશ્વાસે વળગી રહ્યા પણ પાછળથી પસ્તાણા રે, કોઈ સમજે,

વચન કેરું વજન ન રાખેને ભ્રાતુ રાખી ભરમાણા ભાઇ,
નીરદોષી ને દોષ દઈને હૈયામાં હરખાણા રે, કોઈ સમજે,

આચરણ તો એવું રાખે જાણે દુઃખી ને દેખી દુભાણા ભાઇ,
દાઝ્યા ઉપર ડામ દેતાં જરાયે ન કોચવાણા રે, કોઈ સમજે,

અવગુણ હોય બધાં આપ માં ગાય બીજાનાં ગાણા ભાઇ,
રાંક જનને રંજાડી ને મનમાં ઘણું મલકાણા રે, કોઈ સમજે,

માન મોટપ ને મતલબ માટે સ્વાર્થમાં છલકાણા ભાઇ,
દાસ જેરામ કહે દયા રાખો હવે અહીંયા નથી ઠેકાણા રે, કોઈ સમજે,
☝🏽☝🏽☝🏽☝🏽☝🏽☝🏽
સદગુરૂ ચરણમાં વંદન
👏👏👣👣👏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111640391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now