પાદર
ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા,
લીલીભાજી કંદ ઔષધનાં હર્યા ભર્યા છે વાડા.
ભીંતે ભીંતે ગોવાલણો નિત થાપે છે છાણાં,
સૂરજ ઉગે કૂવો રણકે પનિહારીનાં ગાણાં.
ગામને પાદર નિત ફૂટે છે હેતરંગી રૂવાડાં,
ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.
ખૂલ્લી શેરી, ખૂલ્લી ગલી ને ખૂલ્લાં છે ઘરના તાળાં,
મારું તારું કાંઇ નહિ અહીં સઘડા છે સૌના માળાં.
ગામને પાદર રોજ ઉગે છે સંતોના અજવાળાં,
ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.
ગામને પાદર દાદા બેઠાં રિવાજો સચવાણાં,
દાદામાની વાતે વાતે સંસ્કારો સિચાણાં.
ગામને પાદર એક્મેક્નાં કરે છે રખવાળાં
ગામને પાદર રોજ વાગે છે ઘૂઘર જોડે ગાડા.
બીરેન પટેલ