ઘરના લોકો હૃદયમાંથી ઉતરી ને મગજ સુધી સફર કરી જાય છે,
જ્યારે તેઓ ઘરની લક્ષ્મી ને કહે છે,
"તે અમારા માટે શું કર્યું?
"તું આખો દિવસ ઘરમાં કરે છે શું?"
"તને ઘર સાચવતા જ નથી આવડતું...."
"રેવા'દે ,તને ખબર નહિ પડે,તું ઘરમાં કામ કરે રાખ...."
"સાવ બુદ્ધિ વગર ની છે,સ્ત્રી ની બુદ્ધિ પગની પાની એ..."
"તું ક્યાં એટલી ભણેલી છો,તે વચ્ચે ડબ ડબ કરે રાખે છે?"
"તને તો સરખો મોબાઇલ વાપરતા પણ નથી આવડતું...."
"તું તો સાવ જુનવાણી છો...."
"બહાર કમાઈ ને આવ ખબર પડે કે ,કેમ પૈસો ભેગો થાય છે...?".............
કેટલા વ્યાજબી છે આ બધા શબ્દો,એક સ્ત્રી માટે ?
જે સવારે ઉઠે જ છે,ઘરના બીજા બધાના કામ માટે....
જે દિવસે એ સવારે નહિ ઉઠે ને ,
એ સવારે ઘરમાં રહેતા બધા ની રાત થઈ જશે.....
આદર કરો એ સ્ત્રી નો,
જે તમારા માટે જીવે છે, તમારા લીધે નહિ.....
-@nugami
(Inspirations of life.)