તું જ મારો ફિતુર અને ઉતાર પણ તું જ છો;
મારા શુષ્ક જીવનનો સંચાર પણ તું જ છો;
મારી ગઝલના રદિફ અને કાફિયા પણ તું છો;
મારા દિલના કાવ્યના વિચાર પણ તું જ છો;
તારા જ શ્વાસ ને વિશ્વાસ થી ધબકે છે દિલ,
મારા ધડકતા દિલનો ધબકાર પણ તું જ છો;
મારી નસ નસમાં વહે છે ફક્ત પ્રેમ જ તારો,
મારી ધમનીમાં રક્તની રફ્તાર પણ તું જ છો;
તારા થકી જ છે મારું આ જીવન ઉજાગર,
તું જ મારો ચાંદ ને વિભાકર પણ તું જ છો;
ક્યારનું ઉડી ગયું હોત પ્રાણ પંખેરુ "વિએમ"
મારા જીવીત હોવાનો અણસાર પણ તું છો;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)