દાસીજીવણ સાહેબની વાણી...૪૩
✳🌼✳🌼✳🌼✳
વાલા વિના મંદિર ખાવા ધાય ધોખા કેના ધરીયે રે
કોની આગળ જઇ કરગરિયે કહો ને કેમ થાય...
વ્રહને બાણે મારું મનડું વીંધા ણું રે,કેની આગે ન કેવાય
તમ વિન મારો જીવ બહુ તલખે,ક્ષણું એક નવ રે ખમાય...
નશાય કામણિયા કીધા નંદજીના લાલે રે,જડીબુટ્ટી સે નવ જાય
મીઠુંડો મોહનો મારે મોલે પધારે,તો તનડા માં ટાઢક થાય...
સમજાવી કેજો કોઈ શામળા વાલાને, દાસી દુઃખી બહુ થાય
તમારા મેણા મારા શિર પર ધરું, તો ધોખો કરે મર જાય...
વ્રજની નારી ગોકુળ ઘેલી કીધી રે,જપતા જપ નવ થાય
માતા જશોદા કુંવર કાનને મેલો, નહિ તો મરીયે મહાવખ ખાય...
ત્રિકમ આવ્યે મારી તૃષ્ણા ટળે ને,પ્રીતમ પ્રેમરસ પાય
દાસીજીવણ સત ભીમકા ચરણા,નાથજી વિના ન નભાય...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻