એક વાર
મે ગામના ગધેડાને પ્રશ્ન પૂછ્યો
બોલ હું કવિ છું કે નહીં?
ગધેડો વિચારમાં પડી ગયો
શું જવાબ આપે બિચારો?
એ થોડી વાર મથ્યો
મો હલાવ્યું,જીભ હલાવી
લાત આગીપાછી કરી
પૂછડું થાય એટલું ઊંચું નીચું કર્યું
પણ બિચારાથી ક ક ક થી આગળ વધાયું નહીં.
હું સમજી ગયો કે ગધેડો જલ્દી સાચો જવાબ નહીં આપે તે નહીં જ આપે
એટલે મેં
જવાબની અપેક્ષા વગર ચાલતી પકડી
બહુ દિવસ થયા પછી
ફરી એક મુશાયરામાં
દરવાજા બહાર ગધેડો ભટકાય ગયો
ફરી મેં પૂછ્યું
મહાશય કહો તો ખરા,હું કવિ છું કે નહીં?
ફરી એજ વર્તન ફરી એજ દશા.
ફરી મેં ચાલતી પકડી.
પછી બન્યું એવું કે
એક બે વાર મેં એની અને મારી કવિતાઓ
જોઈન્ટ કરી મોકલી
ને પૂછ્યું સાહેબ હવે તો હું કવિ ખરો કે નહીં?
હું કઈ વિચારું એ પહેલાં
ગધેડાએ હોઠ પર ખંભાતી તાળું મારી દીધું
ને હોંચી હોંચી કર્યા વગર ચાલતી પકડી.
વિનુ બામણીયા