એક સળી બે સળી સમેટી સુંદર માળો બનાવ્યો હતો,
એ ખગ યુગલે અથાક મહેનતે દિવાસ્વપ્ન સજાવ્યું હતું,
એક દિવસ આવ્યું તુફાન નેં માળો ઉડાડી લઇ ગયું,
પક્ષીઓ આમ જ જોતા રહ્યાને સર્વસ્વ લુંટાઈ ગયું,
પંખીડાઓની આંખે આંસુડાં પણ આતમે ઉત્સાહ દેખાતો હતો,
એક તણખલે બીજું તણખલું ભેળવી પાછો માળો બનાવ્યો હતો,
એ જોડીએ જોજનો ઉંડી ને નિરાશા ને આશામાં પરિવર્તિત કરી હતી,
એ ખગ યુગલે હાર ના માની નિષ્ફળતા નેં જ સફળતાનું ધ્યેય સિદ્ધ કર્યું હતું
-Parmar Mayur