પ્લેગ, કેન્સર, પોલિયો
આવ્યાં રોગ અનેક.
દુનિયા ફસાઈ મહામારીમાં,
થઈ બેહાલ અનેક વાર.
નથી સુધરતો માનવી,
હાલ થયાં બેહાલ તોય.
આવ્યો કોરોના બનીને મહામારી,
સૌ થયાં કેદી,
બનાવ્યું પોતાનું જ ઘર જેલ.
આવ્યું નવું વર્ષ લઈને ખુશી,
મળશે સૌને કોરોનાની રસી.
પણ પૂછું હું એ વૈજ્ઞાનિકો અને
ડોક્ટરોને કે ક્યારે આવશે એ રસી,
જે દૂર કરશે લાગણીની મહામારી.
થાકી જવાય છે, હારી જવાય છે,
ક્યારેક માનીને, ક્યારેક મનાવીને.
- સ્નેહલ જાની