ક્યાંક જરા જોજે, મતલબ તો છે,
સ્વાર્થ માંહી મન ,લબ લબ તો છે.
સમય ન'તો જેને ,ક્યારેય પણ જ્યાં
કદમો ચાલે છે ત્યાં,ધબધબ તો છે.
પૂછે ના રંકની જે તબીયત ક્દી પણ,
સંબંધ અમીરી સાચવે જો ગજબ છે.
દર્દો હોવાના કારણ, ઝખમો ક્યાં છે?
મરહમ દિલ ન્યારા , ત્યાં ઝગમગ છે.
આનંદે સંભાળો ને, ગતિ અમૃતમય,
જીવન ડોર ત્યાં,જો શ્વાસે ડગમગ છે.
-મોહનભાઈ આનંદ